ભોપાલ: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને છત્તીસગઢ કોંગ્રેસના પ્રદેશ ચૂંટણી પ્રભારી પન્નાલાલ પુનિયા (PL Punia)એ મધ્ય પ્રદેશના રાજકારણમાં ચાલી રહેલી ઉથલપાથલને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના એક-એક ધારાસભ્યોની સાથે કોંગ્રેસ પાર્ટીનો પણ એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર પર સંકટ? દિગ્વિજય સિંહે લગાવ્યો હોર્સ ટ્રેડિંગનો આરોપ


અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના એક માત્ર વિધાયક રાજેશ શુક્લા છે. જ્યારે બસપાના બે ધારાસભ્યોમાંથી એક રામબાઈ પાર્ટીમાંથી સસ્પેન્ડ છે. જ્યારે બીજા ધારાસભ્ય સંજીવ કુશવાહા છે. પીએલ પુનિયાએ જે કોંગ્રેસ વિધાયકના ભાજપના સંપર્કમાં હોવાની વાત કરી છે તે અંગે હજુ કોઈ જાણકારી નથી. 


બાપરે...ભારત ફરવા આવેલા ઈટાલીના 15 નાગરિકો કોરોના વાઈરસ પોઝિટિવ, Isolation Camp મોકલાયા


આ અગાઉ મધ્ય પ્રદેશના આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્માએ કહ્યું કે કમલનાથ સરકાર પોતાના આંતરિક કલેહ અને આંતરવિરોધોથી ગ્રસ્ત છે. ભાજપને તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે હોર્સ ટ્રેડિંગ સંબંધિત કોઈ પણ પ્રયત્ન કર્યો નથી.કોંગ્રેસ પોતાના લોકોની ચિંતા કરે. મારું સ્પષ્ટ કહેવું છે કે ભાજપને તેની સાથે કોઈ લેવાદેવા નથી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...